



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી: રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે અને સરકાર પણ પર્યાવરણ બચાવવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. ત્યારે શિક્ષણની સાથે સાથે પર્યાવરણ પ્રત્યે પણ જાગૃત શૈક્ષણિક સંસ્થા દિલ્હી પબ્લિક સ્કૂલ મોરબી દ્વારા આજે ‘એક બાળ એક વૃક્ષ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.
વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ અને શિક્ષકોએ પણ વૃક્ષો વાવી ‘એક બાળ એક વૃક્ષ’ અભિયાનમાં ભાગ લીધો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમને લઈને વિધાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
શાળાના આચાર્યશ્રી મિલિન્દ કાલુસ્કરના માર્ગદર્શન હેઠળ આ સફળ અભિયાનમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તમામ શાળાકીય કર્મચારીઓએ પોતાનું યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ આચાર્ય તમામ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.



