મોરબી: સરતાનપર ચોકડી પાસે યુવકનું મોત

મોરબીની સરતાનપર ચોકડી પાસે યુવકને અચાનક આંચકી આવતા તેનું મોત થયાનું સામે આવ્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઓરિસ્સાના રહેવાસી સબનકુમાર પુર્ણાચંદ મુર્મુ તા.૨૪/૦૬/૨૦૨૨ના રોજ બસમા આવતા હતા ત્યારે સરતાનપર ચોકડી પાસે નેશનલ હાઈવે રોડ ઉપર પહોંચતા ત્યાં તેમને અચાનક આંચકી આવી હતી. જેથી પ્રથમ તેને ત્યાંથી લાલપર ગામની ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જે ફરજ પરના તબીબીએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ તેમની ડેડબોડીને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. આ અંગે મોરબી તાલુકા પોલીસે સી.આર.પી.સી.કલમ-૧૭૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat