Billboard ad 1150*250

મોરબી : વીજશોકથી બાળકીનું મોત, યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

0 252
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી પંથકમાં અપમૃત્યુના વધુ બે બનાવમાં વાવડી રોડ પરના રાધાપાર્ક વિસ્તારમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જયારે વિસીપરામાં બાળકીને વીજશોક લાગતાં તેનું મોત થયું છે.

Post ad 2

        મોરબીના ધરમપુરની રહેવાસી રિયા સંજયભાઈ કોળી (ઉ.વ.૦૭) નામની બાળકીને વિસીપરા કુલીનગરના નાકે થાંભલામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મોત થયું છે જયારે અન્ય બનાવમાં વાવડી રોડ પરના રાધાપાર્કમાં રહેતા ધર્મેન્દ્ર વિજય મકવાણા (ઉ.વ.૩૪) વાળા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે બનાવને પગલે પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે

બગથળા ગામે દાઝી જતા યુવાનને હોસ્પિટલ ખસેડાયા

        મોરબીના બગથળા ગામના રહેવાસી કિશોરભાઈ ભવાનભાઈ થારેસા (ઉ.વ.૩૦) નામના યુવાન સાંજના સુમારે પોતાના ઘરે ચા બનાવતી વેળાએ શરીરે દાઝી જતા મોરબી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat