Billboard ad 1150*250

મોરબીમાં અલગ-અલગ બનાવમાં ૪ના મોત

0 343

પુત્રને બચાવવા ગયેલી માતાનું ડૂબી જતા મોત

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ચાંચાપર ગામે રહીને મજુરી કરતા બારિયા સુમિત્રાબેન (ઉ.વ.૩૯) વાળા આજે નદી કાંઠા નજીક હોય ત્યારે તેનો બે વર્ષનો પુત્ર શૈલેષ કોઈ કારણોસર નદીમાં પડી જતા તેની માતા તેને બચાવવા પાછળ કુદી હતી જોકે નદીના પ્રવાહમાં માતા પુત્ર બંને તણાવા લાગતા ગ્રામજનોને માલૂમ પડતા ગામના સરપંચ-ઉપસરપંચ સહિતના સ્થળ પર દોડી ગયા હતા જ્યાં માસુમ બાળકને તો સમયસર બહાર કાઢી લેતા બચાવી લેવાયું હતું જોકે માતાને બચાવી શકાઈ ના હતી. પોતાના પુત્રને બચાવવા નદીમાં કુદેલી માતાને બહાર કાઢી સકાય તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

અકસ્માતના બનાવમાં ત્રણના મોત

મોરબી પંથકમાં આજે અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. વિવિધ બનાવમાં ત્રણ વ્યક્તિના અકસ્માતે મોત નીપજ્યા હતા જેમાં પરશોતમભાઈ સોલાભાઈ કાસુન્દ્રા (ઉ.વ.૭૦) રહે. વીરપર વાળાનું હડમતિયા નજીક અકસ્માતે મોત નીપજ્યું હતું, જયારે પટેલ કાન્તીભાઈ ખેમાભાઈ (ઊ.વ.૫૭)  રહે. હાલ મકનસર બંધુનગર નજીક વાળાનું અકસ્માતે મોત થયું છે જયારે ધર્મેન્દ્ર નરશી પનારા (ઉ.વ.૩૭) રહે. દિયાન પેપરમિલ વાળાનું ઇલેક્ટ્રિક કામ કરતી વેળાએ અકસ્માતે મોત થતા તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસે વિવિધ બનાવોની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat