Billboard ad 1150*250

મોરબીના કારખાનેદાર પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ, એક ઝડપાયો

એક શખ્શને ટોળાએ ઝડપી લઈને લમધાર્યો

0 3,180

 

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારના રહેવાસી કારખાનેદારની હત્યાનો પ્લાન તેના જ કારખાનામાં અગાઉ કામ કરતા મજૂરે ઘડ્યો હતો. મજુરને નોકરીમાંથી બરતરફ કરી દીધાનું વેર વાળવા માટે મજૂર તેના અન્ય સાથી સાથે કારખાનેદારના ઘરે છરી લઈને પહોંચ્યો હતો જોકે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા જેમાં એક શખ્શ ઝડપાયો છે જયારે અન્ય નાસી ગયો હતો.

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારના રહેવાસી રાકેશભાઈ કરથીયા નામના વેપારી લાતીપ્લોટ વિસ્તારમાં પોતાનું પેરકાશ એન્ડોઝ નામનું ઘડિયાળનું કારખાનું ચલાવે છે જે આજે સવારે વોકિંગ કરવા ગયા હતા અને તેમના પત્ની કલ્પનાબેન ઘરની બાજુમાં આવેલા બ્રહ્માકુમારી સેન્ટર ગયા હતા જે દરમિયાન સવારે ૭ વાગ્યાના અરસામાં ઘરમાં બે બુકાનીધારી શખ્શો ઘુસ્યા હતા અને કલ્પનાબેન ઘરે પરત ફરતા બે બુકાનીધારી ઇસમોને ઘરના ફળિયામાં ઉભા જોઈ જતા તે શા માટે આવ્યો છે તેવો સવાલ કરતા એક શખ્શ બોલ્યો હતો કે કારખાનાના માલિકને મારવા માટે આવ્યા છીએ. તેમ કહીને ભાગવા ગયા હતા જોકે કારખાનેદારની પત્નીએ બુમાબુમ કરી મુક્ત લોકોએ ઘરમાંથી ભાગી રહેલા બંને શખ્શોને પકડવા પ્રયાસ કર્યો હતો જેમાં એક શખ્શ ભાગી ગયો હતો જયારે એકને લોકોએ પકડી લીધો હતો આ બનાવ મામલે કારખાનેદાર રાકેશભાઈએ જણાવ્યું હતું કે તેના કારખાનામાં કલર કામ કરતા રફીક નામનો મજુર છેલ્લા દિવસોમાં બરાબર કામ કરતો ના હોય જેથી તેને છૂટો કરી દેવામાં આવ્યો હતો. જે આજે છરી લઈને તેના ઘરે આવ્યો હતો જે મજુર સહિતના બંને ઇસમોને પકડવા જતા એક યુવાનને રફીકે છરીનો ઘા ઝીંકી દીધો હતો અને ત્યારબાદ લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો હતો. બનાવ સંદર્ભે કારખાનેદારે એ ડીવીઝન પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat