



મોરબી બ્રહ્મસમાજ દ્વારા મોરબીમાં ઙે.કલેક્ટર તરીકે ફરજ બજાવતા કેતન જોશીને સરકાર દ્વારા પ્રમોશન આપી અધિક કલેક્ટર તરીકે ગાંધીનગર જીઆઈઙીસી ખાતે નિમણુક કરવામા આવી છે જેને આજથી ગાંધીનગર ખાતે અધિક કલેક્ટરનો ચાર્જ સંભાળ્યો છે. મોરબી બ્રહ્મસમાજ દ્વારા અભિવાદન સન્માન સભારોહનુ આયોજન કરાયુ હતુ. જેમા નાયબ કલેક્ટર નિખીલભાઈ જોશી, પ્રમુખ ભુપતભાઈ પંઙ્યા, મનોજભાઈ પંઙ્યા, દિપકભાઈ મહેતા, અનિલભાઈ મહેતા, હસુભાઈ પંઙ્યા, નરેન્દ્રભાઈ મહેતા સહિતના બ્રહમસમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને પુષ્પહાર તથા સાલ અને સાફા પહેરાવી સન્માન કરવામા આવ્યુ હતુ.

