મોરબીમાં રાવણ દહન કરી દશેરાની ઉજવણી

અસત્ય પર સત્યના વિજય સમાન વિજયાદશમીના પાવન અવસરે પરંપરાગત રીતે રાવણદહન કાર્યક્રમ કરીને દશેરાની ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં મોરબીના જય સિદ્ધનાથ યુવક મિત્ર મંડળ દ્વારા ગણેશનગર વાવરી રોડ ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રામ રાવણ યુદ્ધ સહિતના કાર્યક્રમો ભજવવામાં આવ્યા હતા તો રામ, લક્ષ્મણ, હનુમાનજી અને રાવણ સહિતના પાત્રો ભજવીને દશેરાની ઉજવણી કરવામાં આવી હતી તેમજ અંતે રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ૧૫ ફૂટ વિશાલ રાવણ બનાવી તેનું દહન કરાયું હતું.

 

Comments
Loading...
WhatsApp chat