

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે દારની હેરફેર થવાની હોવાની બાતમીના આધારે એ-ડિવિઝન પી.આઈ.વિજય ઓડેદરા , ભાનુભાઈ બાલસરા, ભરત ખાભલા સહિત નો સ્ટાફ રાત્રે દરોડો પાડતા હીરો પુનાભાઈ ખીટ, પ્રભુ ઉર્ફે મનોજ પ્રતાપભાઈ નટ રહે બને રાપર , મિત વિજય ચૌહણ અન તોફિક પીજારા રહે બને મોરબી સહિત 4 આરોપી ને 36 બોટલ વિદેશી દારૂ , રીક્ષા સહિત રૂપિયા 60 હજાર થી વધુ ના મુદમાલ સાથે ઝડપી લીધા હતા.જેમાં પ્રાથમિક તપાસમાં કચ્છ ના બને શખ્સો દારૂ ડિલિવરી કરવા આવ્યા હતા પોલીસે કેટલા સમયથી દારૂ અહીં આવતો ક્યાંથી આવતો તેની વધુ તપાસ ચલાવી રહી છે