



પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ગત રાત્રીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે પર જી.જે.17 એન 2443 કારની તલાશી લેતા કારમાંથી 72 ઇંગલિશ દારૂની બોટલ અને 24 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કારમાં સવાર રવિ અશોકભાઈ સોની અને લાલજી ઉર્ફે લાલો ભરવાડની રૂ.14,400 ની કિંમતના દારૂના જથ્થા સાથે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
જયારે હાઇવે પર ગાળા ગામના પાટિયા પાસે જી.જે. 36 સી 4219 નં. ના બાઈક પર 12 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે સુનિલ મનીષ પરમાર ઝડપાયો હતો. આ દરમિયાન તેની સાથે રહેલો કલ્પેશ પ્રવીણ વરણીયા નાસી જવામાં સફળ થયો હતો. મોરબી તાલુકા પોલીસે આ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

