



મોરબીના લેટીના સિરામિક સામે આવેલ કરીયાણાની દુકાનમાં તસ્કરોએ ધામા નાખીને સાબુ,તેલ, બીસ્ટોલ, કોલગેટ સહીત રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
મોરબીના જાંબુડીયા નજીક આવેલ લેટીના સિરામિક એકમ સામે અર્પિતા કિરાણા સ્ટોર નામની દુકાનમાં ગત તા.૩૧-૭ ના રોજ રાત્રીના કોઈ અજાણ્યા ઇસમે દુકાનના છતનું પતરું તોડી અંદર પ્રવેશ કરી દુકાનના માલ સમાન જેમાં સાબુ, તેલ,સપ્રે, બીસ્ટોલ અને કોલગેટ વિગેરે કીમત રૂ. આશરે રૂ.૮૫૦૦ તથા થડામાં રાખેલ રોકડ રૂપિયા ૩૦૦૦ એમ કુલ મળી રૂ.૧૧૫૦૦ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ દુકાનદાર હસમુખભાઈ કાનજીભાઈ ખરાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.



