દિવ્યાંગ બાળકો પ્રત્યે આદરભાવ કેળવવાના હેતુથી ભાવનગરથી મોરબીની સાયકલ યાત્રા

દિવ્યાંગ બાળકના પિતાએ બીડું ઝડપ્યું

શારીરિક કે માનસિક રીતે અસ્વસ્થ એવા એવા સ્પેશ્યલ બાળકો અંગે સમાજમાં જાગૃતતા આવે અને આદરભાવ કેળવાય તેવા હેતુથી સ્પેશ્યલ ચાઈલ્ડના પિતાએ ભાવનગરથી સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો છે

મોરબીના રહેવાસી વિજયભાઈ વ્યાસને પણ સંતાન હોય જે માનસિક રીતે સ્વસ્થ ના હોય અને દિવ્યાંગ કેટેગરીમાં હોવાથી આવા સ્પેશ્યલ બાળકો અને તેના વાલીઓ પ્રત્યે સમાજમાં સંવેદનશીલતા જોવા મળતી ના હોય જેથી ખાસ બાળકો અને તેના વાલીઓને સન્માન અને આદર અપાવવાનું બીડું ઝડપી સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો છે ભાવનગરથી મિશન ફોર સ્પેશ્યલ ચિલ્ડ્રન સાયકલ યાત્રા સૌરાષ્ટ્રના ૧૨ જીલ્લા અને ૮૪ તાલુકામાં ફરીને વિજયભાઈ સમાનતા અને આદરભાવ અંગે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરશે તેમજ સમાજમાં રહેતા સ્પેશ્યલ ચાઈલ્ડ સુધી પહોંચીને તેને પ્રેમ અને હુંફ પૂરી પાડવા સાયકલ યાત્રા શરુ કરી હોવાનું જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat