મોરબી: 11મીએ જિલ્લા પોલીસ માટે CRP પ્રશિક્ષણ કેમ્પનું આયોજન, અંગદાનનો મહાસંકલ્પ લેવાશે

હાલ ગુજરાતભરમાં હૃદય રોગના બનાવ વધી રહ્યા છે. ત્યારે એવા પણ કિસ્સા સામે આવે છે જ્યાં વ્યક્તિને હૃદયરોગ આવ્યા બાદ તેને તાત્કાલિક અપાતી CRPની ટ્રીટમેન્ટના કારણે તેને જીવ બચી જાય છે. જેને અનુલક્ષીને 11મી જૂનના રોજ ગુજરાતભરના પોલીસ કર્મીઓને CRPની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પણ આ તાલીમ લેવામાં આવશે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકાર, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સુચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત પોલીસના તમામ અધિકારી/ કર્મચારીઓને “ COLS AWARENESS PROGRAM ” (CRP TRAINING PROGRAM) અનુસંધાને અગામી તા.11/06/2023ના રોજ રાજયમાં 37 મેડીકલ કલેજો તથા અન્ય 14 સ્થળ પર 2400 થી વધુ ડોકટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા સૈધ્ધાંતિક અને પ્રેકટીકલ તાલીમ આપવામાં આવશે. તાલીમ રાજ્ય સરકાર,ડોકટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ, ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાશે, જે સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ ઇમરજન્સીના સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી ગુજરાત પોલીસને CRPની તાલીમ અપાશે.

આ તાલીમ સંદર્ભે ” અંગદાન એ મહાદાન ” ના સુત્રને સાર્થક કરવાના હેતુસર મોરબી જિલ્લામાં રાજકોટના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર, મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક અને મુખ્ય મથક મોરબી (નોડલ અધિકારી ) ના માર્ગદર્શન હેઠળ તા. 11/06/2023 ના રોજ સવારના 10 થી બપોરના 3 વાગ્યા સુધીમાં કુલ 5 બેંચમાં 750 વધુ પોલીસ અધિકારી/કર્મચારીઓ, કલેરીકલ સ્ટાફમેં GMERS મેડીકલ કોલેજ, રેલ્વે સ્ટેશન સામે, મોરબી ખાતે CRP પ્રશિક્ષણ કેમ્પનું યોજાશે

Comments
Loading...
WhatsApp chat