મોરબી ક્રાઈમ ડાયરી

મોરબીના યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગરના રહેવાસી ભરત સુરેશભાઈ મકવાણા (ઉ.વ.૩૫) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપ્જ્યુચે. યુવાનના મૃતદેહને પોલીસે પી.એમ. અર્થે હોસ્પીટલે ખસેડી વધુ યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે કારણ જાણવા માટે વધુ તપાસ ચલાવી છે.

પરિણીતા દવા પી જતા સારવારમાં

મોરબીના લીલાપર ગામની રહેવાસી હિનાબા રવિરાજસિંહ વાળા નામની પરિણીતા ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવી છે. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat