મોરબી ક્રાઈમ સમાચાર

દારૂનો જથ્થો ઝડપાયો

 

મોરબી એ ડીવીઝન પોલીસે ગત રાત્રીના સમયે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાન નજીકના વંડામાં દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીને આધારે કલીકલા પ્લોટ વિસ્તારના મકાનની સામેના પડતર ખુલ્લા વંડામાં દરોડો કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૩ કીમત રૂપિયા ૬૯૦૦ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો જયારે આરોપી સીદીક ઈસ્માઈલ ચાનિયા રહે. કાલિકા પ્લોટ મોરબી વાળો હાજર નહિ મળતા તેને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

 

મોરબીમાંથી યુવતી ગુમ

 

મોરબીના મહેન્દ્રનગર ખાતે રહેતા હરેશભાઈ ભૂદરભાઈ કોરડીયા પટેલની પુત્રી આરતીબેન (ઉ.વ.૧૯) ગઈકાલે સવારે ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગયા બાદ મોડી રાત્રી સુધી ઘરે પરત નહિ ફરતા તેના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતી ગુમ થયાની નોંધ કરી તપાસ ચલાવી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat