મોરબી ક્રાઈમ સમાચાર

વાહન અકસ્માતમાં યુવાનનું મોત

મૂળ રાજસ્થાનના રહેવાસી ટીલસિંહ રાઉંસિંહ રાવત (ઉ.વ.૪૫) વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી પોતાના હવાલાવાળું ડમ્પર નં જીજે ૩ એટી ૭૫૫૪ ના ચાલકે તેનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રોડ ક્રોસ કરતા ફરિયાદીના દીકરા અનોપસિંહ રાવતને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા

મોરબીના એ ડીવીઝન પોલીસે રાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન ગાંધીચોકમાં આવેલું મેલડી માતાજીના મંદિર નજીક અયુબ મહમદ હુશેન પઠાણ (ઉ.વ.૫૨) રહે. મોરબી જેઈલ રોડ અને અશોક હીરા સતવારા (ઉ.વ.૪૦) રહે. મોરબી વજેપર શેરી નં ૦૫ વાળાને જાહેરમાં નોટનંબરી હારજીતનો જુગાર રમતા ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા ૧૦૭૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat