મોરબીની ક્રાઈમ ડાયરી

પરિણીતાનું સારવાર દરમિયાન મોત

મોરબીના લખધીરપુર રોડ પર આવેલા એલીકા સિરામિકમાં રહેતી નેહા પીન્તુભાઈ (ઉ.વ.૨૦) વાળી પરણીતા ગત તા. ૨૧ ના રોજ પોતાની ઓરડીમાં ચા ગરમ કરતી વેળાએ દાઝી જતા તેને મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

અજાણ્યા વાહનની ઠોકરે વૃધ્ધાનું મોત

માળિયા તાલુકાના નવી નવલખીના રહેવાસી હનીફ અયુબ મિયાણા (ઉ.વ.૩૦) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે તેની માતા અમીનાબેન અયુબભાઇ મિયાણા (ઉ.વ.૬૦) વાળા પગે ચાલીને પીપળીયા ચાર રસ્તાથી દહીસરા જવાના રસ્તે જતા હતા ત્યારે અજાણ્યા વાહનના ચાલકે તેને ઠોકર મારતા વૃધ્ધાનું મોત નીપજ્યું છે જયારે અકસ્માત સર્જીને વાહનચાલક વાહન સાથે નાસી ગયો છે.

મહિલાને બે શખ્શોએ માર માર્યો

મોરબીના રવાપર ગામે ગંગા દર્શન એપાર્ટમેન્ટના રહેવાસી જયશ્રીબેન હરેશભાઈ અગ્રાવત (ઉ.વ.૪૫) નામની મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે તેના ઘર પાસે સરકારી ગટરનું કામ ચાલુ હોય અને તેના પતિએ આરોપી વિશાલ મહેશ અગ્રાવતને ગટર નહિ બનાવવાનું કહેતા આરોપી વિશાલ મહેશ્ભિયા અગ્રાવત અને તેની સરોજબેન મહેશભાઈ અગ્રાવત રહે. બંને રવાપરવાળાએ મારા પપ્પાનું ખોટી નામ નહિ આપવાનુ કહીને બંને આરોપીએ મહિલાને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી

છેડતી મામલે ઠપકો આપનાર આધેડ પર હુમલો

અરુણોદયનગરના રહેવાસી વિજયભાઈ વલ્લભભાઈ જોષીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ઉમા ટાઉનશીપ નજીક આરોપી સચિન રમેશ છોકરીના હાથ પકડી છેડતી કરતો હોય જે જોઈ જતા તેને ઠપકો આપેલ જેનું સારું નહિ લાગતા આરોપી સચિન રમેશ, રમેશ કુંવરજી મકવાણા અને સચિનના મમ્મી રહે. હરિપાર્ક સોસાયટી મોરબી વાળાએ ફરિયાદી વિજય જોષીનો શર્ટ પકડી ટુપા કરી ગાલના ભાગે ઝાપટ મારી ગાળો દઈને ધમકીઓ આપી હતી તેમજ છરી અને લાકડાનો ધોકા જેવા હથિયારો ધારણ કરી ધમકાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. મોરબી બી ડીવીઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી રમેશ મકવાણા નામના આરોપીની અટકાયત કરી છે જયારે બાકીના બે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પરિણીતા દવા પી જતા સારવારમાં

મોરબીના વિસીપરામાં આવેલી મદીના સોસાયટીના રહેવાસી બિલ્કીશબેન ઇકબાલભાઈ (ઉ.વ.૩૪) નામની પરિણીતા કોઈ કારણોસર પોતાના ઘરે ટાઈલ્સ ક્લીનર પી જતા તેને ઝેરી અસર થતા સારવાર માટે સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા માટે વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat