મોરબી ક્રાઈમ ડાયરી

મોરબીમાં જુગાર રમતા ૨ ઝડપાયા

મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ સુરજ્બાગમાં જુગાર રમતો હોવાની બાતમી આધારે મોરબી એ.ડીવીઝન પોલીસે દરોડો પડતા કાંતિલાલ દેવરાજભાઈ ડાભી અને હાસમભાઈ જુમાભાઈ પીલુડીયાને રૂ.૭૦૦ની રોકડ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયામાં સામાન્ય બાબતે મારામારી

માળિયા પોલીસ મથકમાં રમઝાનભાઈ કાસમભાઈ મોવરએ ફરિયાદ નોંધાવી છે કે રસુલભાઈ દોષમામદ.ઓસમાણ દોષમામદ અને ગફુર દોષમામદએ રસ્તે ચાલવા બાબતે બોલાચાલી કરીને ઢીકાપાટુંનો મારમારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે સામા પક્ષે પણ રહીમભાઈ દોષમામદભાઈએ આરોપી અકબર કાસમભાઈ,રમઝાન કાસમભાઈ,કાસમભાઈ દોષમામદભાઈએ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ રસ્તે ચાલવા બાબતે બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારી ગાળો આપીને જન થી મારી નાખવાની ધમકી આપીછે.માળિયા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat