


અજાણ્યા વાહન હડફેટે વૃદ્ધનું મૃત્યુ
જાણવા મળતી મુજબ ગેલાભાઈ ટપુભાઈ (ઉ.૫૬) ગઈકાલે પોતાનું મોટરસાયકલ જીજે ૩ ડી.એલ. ૪૯૫૮ લઈ જઈ રહ્યા હતા ત્યારે અમરનગર ગામના પાટિયા પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોચતા સારવાર માટે પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.આ ઘટના અંગે મૃતકના બહેન જીવતીબેનને જાણ થતા મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવી છે.મોરબી તાલુકા પોલીસે ફરિયાદ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં ગાંધીચોક નજીક જુગાર રમતા ૩ ઝડપાયા
મોરબી ગાંધી ચોક નજીક જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા કિશોર માનાભાઈ સથવારા ,અસરફ મામદભાઈ પિંજારા અને સુરેશ પોપટભાઈ લોહાણાને મોરબી એ.ડીવીઝન પોલીસે રૂ.૧૪૦૦ની રોકડ સાથે ઝડપી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સિરામિક એકમમાં અકસ્માતે મજુરનું મૃત્યુ
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ એકટીવા સિરામિક નામના કારખાનામાં મજુરી કામ કરતો,મૂળ મધ્યપ્રદેશનો અને હાલ મોરબી જુના બસ સ્ટેન્ડ નજીક રહેતો મનોહર મણીલાલ ખારોલ (ઉ.૩૫)નામનો યુવાન તા.૧૭ નાં કારખાનામાં કામ કરી રહ્યો હતો તરે દરમિયાન ડામરપાણીનો વાલ્વ લીક થતા ગરમ પાણી માથે પડતા આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો જેને પ્રથમ મોરબી આયુષ હોસ્પિટલ અને વધુમાં રાજકોટની વાત્સલ્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેનું ગત તા.૨૨નાં રોજ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.આ બાબતે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.