મોરબી ક્રાઈમ ડાયરી

ટ્રક ચોરાયાની ફરિયાદ

મોરબીના ઉમા ટાઉનશીપ નજીકના રહેવાસી ભાવેશ ચંદુભાઈ પટેલે તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૦ ના રાત્રીથી સવાર દરમિયાન ટીંબડી પાટિયા નજીક પાર્ક કરેલો ટ્રક નં જીજે ૦૨ ડબલ્યુ ૦૮૦૮  કીમત રૂપિયા ૧૦ લાખ અજાણ્યા ઈસમો ચોરી ગયાનું જણાવ્યું છે. તાલુકા પોલીસે ટ્રક ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

 

જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી નજીકની વનાળીયાના સંધી વાસમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો કરતા આરોપી યાકુબ અબ્દુલ ખાન પઠાણ રહે. મોરબી નવલખી રોડ, કરશન પ્રાગજી સોલંકી રહે. કબીર આશ્રમ અને માહમદ હસન સુમરા રહે વનાળીયા એ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા ૧૯,૨૪૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

મારામારી બાદ સામસામી ફરિયાદ

મોરબીના વનાળીયા સોસાયટીના શક્તિનગરના રહેવાસી કાનજીભાઈ નાગજીભાઈ વામજાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જગદીશ ફેફર, વર્ષાબેન જગદીશભાઈ ફેફર અને નિશા જગદીશ ફેફરે તેને નજીવી બાબતે માર માર્યો છે જયારે સામાપક્ષે નિશા ફેફરે વળતી ફરિયાદ નોંધાવી તેને માર માર્યાનું જણાવ્યું છે. બી ડીવીઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat