



જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
મોરબીના રવાપર-ઘુનડા રોડ પર જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એ ડીવીઝનના ડી સ્ટાફના પીએસઆઈ જે.ડી.ઝાલા સહિતની ટીમે સ્થળ પર દરોડો કરતા આરોપી સંજય જેસિંગ મકવાણા, મહેશ ઉમેશભાઈ પટેલ અને વિજય ધરમશી કોળી રહે. ત્રણેય મોરબી વાળાને ઝડપી લઈને તેની પાસે રહેલી રોકડ રકમ રૂપિયા ૧૪,૧૫૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં મકાન બનાવવા બાબતે હુમલો
મોરબીના રવાપર રોડ પર આવેલ સહયોગ ૨ સોસાયટીમાં રહેતા રમેશ પ્રાણજીવન પટેલ (ઉ.વ.૪૩) એ બાજુમાં જ રહેતા માણેકબેન બાબુભાઈ ફૂલતરીયા અને તેના પતિ બાબુભાઈ ફૂલતરીયા સામે ફરિયાદ નોંધાવી છે કે પોતે નવું મકાન બનાવતા હોઈ જે મામલે આરોપીઓ છાશવારે ગાળો દઈ માથાકૂટ કરતા હોય અને આરોપીઓએ સાહેદ રેખાબેનને અને તેને ઢીકાપાટું માર માર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું મોત
માળિયાના કાજરડા ગામની સીમમાં હિટાચી મશીનશી કામ કરી રહેતા ભાવનગર જીલ્લાના દળવા ગામના વિજયસિંહ અનિરુધ્ધસીન્જ્હ ગોહિલ (ઉ.વ.૨૨) ગત તા. ૨૬ ના રોજ અકસ્માતે ઈજા પહોંચી હતી જેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા બાદ અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

