મોરબીની ક્રાઈમ ડાયરી

પરિણીતા કેનાલમાં પડી જતા સારવારમાં

મોરબીના જોધપર નદી ગામ નજીકના રહેવાસી મનીષાબેન અનિલભાઈ સોલંકી (૨૩) નામની પરિણીતા જોધપર નદી નજીક આવેલી કેનાલમાં કોઈ કારણોસર પડી જતા તેને બચાવી લેવામાં આવી હતી અને બાદમાં સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવી છે.

દારૂ-બીયર સાથે એક ઝડપાયો

મોરબી બી ડીવીઝન પોલીસે ગત રાત્રીના સમયે બાતમીને આધારે ત્રાજપર ખારી વિસ્તારમાં વોચ ગોઠવી હતી જેમાં ત્યાંથી પસાર થતા સુનીલ લાભુ કોળી નામના શખ્શને ઝડપી લઈને તેની પાસેથી ૪૮ નંગ બીયર અને ૧૧ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો જયારે તેની સાથે રહેલો શખ્શ મોમજી નાથા કોળી નામનો ઇસમ નાસી ગયો હતો. જેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દાઝી જતા યુવતી સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલી કુબેર ટોકીઝ નજીકના મફતિયાપરા વિસ્તારના રહેવાસી દીપિકા શંકર કોળી (ઉ.વ.૨૨) નામની યુવતી ગત રાત્રીના પોતાના ઘરે કોઈ કારણોસર દાઝી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે. પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

મોરબી નજીક સિરામિક એકમમાં મારામારી

મોરબીના મકનસર રોડ પરના મોટો સિરામિક એકમમાં નોકરી કરતા મોહમદ જેનુલ યુસુફભાઈએ રહે. મૂળ યુપીવાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ડાયાભાઇ રામસિંગ કોળી, ભરતભાઈ બચુભાઈ કોળી અને કીચતભાઈ જીમાંભાઈ રહે. મકનસર મોટો સિરામિક વાળા બીજા ખાતામાં કામ કરતા હોય જેને પૂછ્યા વગર પાનાં પકડ લીધા હતા જેની ફરિયાદી યુવાને ના કહેતા ત્રણેય શખ્શો ઉશ્કેરાઈ જઈને તેને માર માર્યો હતો તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat