મોરબી ક્રાઈમ ડાયરી

મોરબી માળિયાના ક્રાઈમના સમાચાર

પડી જતા આધેડનું મોત

મોરબીના કેનાલ રોડ પરના અંજલિ પાર્ક વિસ્તારના રહેવાસી ગોરધનભાઈ નારાયણભાઈ માકાસણા (ઉ.v.૫૫) નામના આધેડ ગઈકાલે સાંજના સમયે પોતાના ઘર નજીકથી બાઈક પર જતા હતા જે દરમીયાન કોઈ કારણોસર પડી જતા તેને બેભાન અવસ્થામાં હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા. મોરબી એ ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

સારવાર દરમિયાન યુવાનનું મોત

માળિયાના કાજરડા ગામે આવેલી ગોકુલ વિન્ડફાર્મ નામની કંપનીમાં કામ કરતા વિજયસિંહ અનિરુધ્ધસિંહ ગોહિલ (ઉ.v.૨૨) નામના યુવાન ગત તા. ૨૬ ના રોજ કંપનીના મશીનમાં કામગીરી કરતી વેળાએ અકસ્માતે ઘવાતા તેને મોરબી બાદ રાજકોટ અને બાદમાં અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં આજે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. માળિયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

યુવાનને ત્રણ શખ્શોએ માર માર્યો

મોરબીની પખાલી શેરીના રહેવાસી અજય વિજયભાઈ ચાવડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના ઘર નજીકના બાપા સીતારામ ચોકમાં મિત્ર મયુર સાથે બેઠો હતો ત્યારે આરોપી અમિત મનુ રાતડીયા, આશિષ પ્રવીણ રાણપરા અને નીલેશ ધનજી રહે. બધા મોરબી વાળાએ કોઈ કારણ વગર તેને ગાળો આપી હાથમાં દાતરડા જેવું બીક બતાવી છે. પોલીસે જીલ્લા મેજી. હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

મોટાભેલામાં જુગાર રમતા ઝડપાયા

માળિયાના મોટાભેલા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરતા હેમરાજ ત્રિભૂવન સોમાણી, સંજય બટુક પંચાસરા, મુના રાજુ સોમાણી, દિલીપ ત્રિભુવન સોમાણી, મનસુખ પોલાભાઈ પંચાસરા અને મનસુખ ગાંડુંભાઈ સોમાણી રહે. બધા મોટાભેલાવાળાને ઝડપી લઈને ૨૦૭૦ ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.

 

Comments
Loading...
WhatsApp chat