મોરબીની ક્રાઈમ ડાયરી

ચાર શખ્શોએ મહિલાને માર કર્યો

મોરબીના રવાપર રોડ પર આવેલી સહયોગ સોસાયટીના રહેવાસી માણેકબેન બાબુભાઈ ફૂલતરીયા (ઉ.વ.૫૦) નામની મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ઘર નજીક આરોપી રમેશ પ્રાણજીવન દેત્રોજાનું મકાનનું બાંધકામ ચાલુ હોય જ્યાં મજુરો પાઈપલાઈન નું કામ કરતા હોય તાય્રે ફરિયાદીએ પોતાની પાઈપલાઈન ના તૂટે તે માટે કહેતા આરોપી પ્રાણજીવન દેત્રોજા, જયાબેન પ્રાણજીવન દેત્રોજા, રમેશ પ્રાણજીવન દેત્રોજા અને રેખા રમેશ રહે. બધા મોરબી રવાપર રોડ સહયોગ સોસાયટી વાળાએ એકસંપ કરીને મહીઅલે લાકડી વડે માર કરી ગાળો આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

 

હરીપર નજીક વાહન અકસ્માત

પંજાબના રહેવાસી હરદીપસિંહ અજીતસિંહ શીખે માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના સમયે તે માળીયાના હરીપર નજીકથી કચ્છ તરફ પોતાની ગાડી નં એન.એલ. ૦૧ કયું ૮૯૮૯ લઈને જતો હોય ત્યારે આરોપી ટ્રક નં જીજે ૧૨ એક્સ ૨૫૪૦ ના ચાલકે તેની ટ્રક પુરઝડપે ચલાવી તેની ગાડીમાં ભરેલ બ્લેડની પાછળથી ટક્કર મારી હતી અને ગાડીમાં લોખંડની એન્ગલમાં બ્લેડનું પાંખડુ ભરાઈ ગયેલ જેથી પાછળના ભાગે નુકશાન કરી ગાડી ભટકાડી પોતાની ગાડી લઈને નાસી ગયાનું જણાવ્યું હતું. માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat