મોરબી ક્રાઈમ ડાયરી

પરિણીતાનું સારવાર દરમિયાન મોત

મોરબીના લખધીર પુર રોડ પર આવેલ શિવમ સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કામ કરતી રૂમાબેન ગુદુભાઈ આદિવાસી (ઉ.૨૫) ગત તા.૮ ના રોજ સિમેન્ટ કામ કરતી હતી ત્યારે બેલુ પડતા તેને ગંભીર ઈજાઓ પહોચતા પ્રાથમિક સારવાર માટે મોરબી ખસેડવામાંઆવી હતી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.આં અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાયર્વાહી હાથ ધરી છે.

માળિયામાં દેશીદારૂનો જથ્થો ઝડપાયો

માળીયાના નવાગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની માળિયા પોલીસને ખાનગી બાતમી મળતા તેને દરોડો પાડતા ત્યાંથી ૭૦ લીટર દેશી દારૂ કીમત ૧૪૦૦ મળી આવ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આ દેશી દારૂ ઇમરાન મિયાણાનો હોવાનું જાણવા મળતા માળિયા પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat