



મોરબીના આનંદનગરના યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબીના શનાળા બાયપાસ નજીકના આનંદનગર વિસ્તારના રહેવાસી જેરામ વેલજી વાઢેર (ઉ.વ.૩૪) મિસ્ત્રી નામના યુવાને વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જોકે આપઘાત ક્યાં કારણોસર કર્યો તે કારણ જાણવા મળ્યું નથી. મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
રફાળેશ્વર નજીક ટ્રાવેલ્સે હડફેટે લેતા બે ભેંસના મોત
મોરબીના પાનેલી ગામના ભરવાડવાસ ના રહેવાસી કાનજીભાઈ શીવાભાઈ ચાવડાએ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી ટ્રાવેલ્સ નં જીજે ૧૧ એક્સ ૦૬૦૨ ના ચાલકે ટ્રાવેલ્સ પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી મોરબીના રફાળેશ્વર નજીક ફરિયાદી તથા તેની બે ભેંસોને ઠોકર મારતા ફરિયાદી યુવાન તથા તેની બે ભેંસને ઈજાઓ પહોંચી હતી જે અકસ્માતમાં બંને ભેંસ કીમત રૂપિયા ૨ લાખ વાળીના મોત થયા છે. તાલુકા પોલીસે અકસ્માતના ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

