


કેનાલમાં ડૂબી જતા મોત
મોરબીના લાલપર નજીકના ઝેડ સિરામિકમાં રહીને મજુરી કરતા પ્રકાશ માનસિંગ આદિવાસી (ઉ.વ.૪૦) નામના યુવાન ગઈકાલે સાંજના સમયે લાલપર નજીકથી પસાર થતી કેનાલમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે. તાલુકા પોલીસે યુવાનના મૃતદેહને પી.એમ.માટે હોસ્પીટલે ખસેડી વધુ તપાસ ચલાવી છે.
દાઝી જતા મોત
મોરબીના જેતપર રોડ પરની ઉમા ઇન્ડસટ્રીઝમાં રહીને મજુરી કરતો શિવશંકર કરમાં રાજવંશી (ઉ.વ.૪૦) નામનો યુવાનો રસોઈ બનાવતી વેળાએ દાઝી જતા તેને સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.