મોરબીની ક્રાઈમ ડાયરી

વરલીના આંકડા  ૨ લેતા ઝડપાયા

 

મૂળ રાજકોટ અને હાલ મોરબીના વીસીપરા વિસ્તારનો રહેવાસી સંજય કુંવરજી વાણંદ ને વિસીપરા વિસ્તારમાં વરલીના આંકડા લેતા પોલીસે રૂ. ૭૦૦ ની રોકડ સાથે ઝડપ્યો હતો જયારે વિસીપરા વિસ્તારના જ રહેવાસી જીગ્નેશ ઉર્ફે જીગો રાજુભાઈ કોળીને રૂ. ૩૨૦ ની રોકડ સાથે ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

પરિણીતા દાઝી જતા સારવારમાં

 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ આનંદનગરના રહેવાસી શીતલબા જયપાલસિંહ ગોહિલ નામની પરિણીતા ગઈકાલે પોતાના ઘેર રસોઈ બનાવતી વેળાએ દાઝી જતા સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવી છે.

 

વાહન હડફેટે યુવાન ઈજાગ્રસ્ત

 

મોરબીના ટીંબડી પાટિયા નજીક ૩૮ વર્ષની ઉમરનો અજાણ્યો પુરુષ રોડ ક્રોસ કરતી વેળાએ અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને પગલે યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડીને પોલીસે અકસ્માતના બનાવની વધુ તપાસ ચલાવી છે.

 

જાહેરમાં જુગાર રમતા ૪ઝડપાયા

 

ટંકારાના દેવીપુજકવાસમાં જાહેરમાં જુગાર રમતા કૈલાસ મીઠા દેવીપુજક, જીગ્નેશ શંભૂ દેવીપુજક, ભલા દિલીપ દેવીપુજક અને જમણ ગોવિંદ દેવીપુજક રહે. બધા ટંકારાવાળાને ઝડપી લઈને ૨૬૧૦ ની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat