



ટંકારા પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં ૧નુ મોત
મોરબીના રવાપર રોડ પર આવેલ ગોકુલનગરમાં રહેતા ફરિયાદી વિશાલ રશીકભાઈ કાસુન્દ્રાએ પોતાના દાદા પરશોતમભાઈ આંબાભાઈ કાસુન્દ્રા પોતાની કાર જીજે ૩ એફડી ૮૦૫૭માં બેસી ટંકારાના લજાઈ ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી પુર ઝડપે આવતી ઇકો કાર જીજે ૩૬ બી ૫૯૧૯ના ચાલકે તેમના દાદાની કાર સાથે પોતાની કાર ભટકાડી અકસ્માત સર્જ્યો હતો.જેમાં ફરિયાદીના દાદાનું મોત નીપજ્યું હતું.
માળિયાની પરિણીતાનું દાઝી જતા સારવારમાં મૃત્યુ
માળિયાના હંજીયાસર ગામે રહેતી રેશમાબેન અબ્દુલભાઈ બારેડી(ઉ.૨૮)ગત તા.૧૦-૭નાં રોજ પોતાના ઘરે રસોઈ બનવાતી વેળાએ ચૂલામાં કેરોસીન નાખવા જતા ભડકો થયો હતો અને તે ગંભરરીતે દાઝી ગઈ હતી.મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડાઈ હતી જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું.
બેભાન બની ગયેલ મોરબીની પરિણીતાનું સારવાર દરમિયાન મોત
મોરબીના રવાપર રોડ પર આવેલ ગોકુલનગરના શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા વિરેનભાઈ પટેલના પત્ની શિલ્પાબેન(ઉ.૩૨)ગઈકાલે સવારના સમયે છોકરાને રિક્ષામા બેસાડી જઈ રહ્યા હતા ત્યારે અચાનક કોઈ કારણોસર બેભાન બની જતા તેણીને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું છે.

