મોરબી ક્રાઈમ ડાયરી

લોડર હડફેટે માસુમ બાળકનું મોત

મોરબીના બેલા રોડ પર આવેલા સ્કાય વ્યુ સિરામિકમાં લોડરની હડફેટે માસુમ બાળક નું મોત નીપજ્યું છે જેમાં મૂળ મધ્યપ્રદેશના વતની અને સિરામિકમાં રહીને મજુરી કરતા મૂળસિંગ આદિવાસી એ તેના દશ માસના પુત્રને યુનિટના ગ્રાઉન્ડમાં પડેલા રેતીના ઢગલામાં સુવડાવ્યો હતો ત્યારે લોડર હેઠળ આવી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ મામલે માસુમ બાળકના પિતાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

 

કુવામાંથી લાશ મળી

મોરબીના બીલીયા ગામના કુવામાંથી આજે સવારના સમયે આધેડની લાશ મળી આવતા તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૃતક આધેડ ભરત ભીખાભાઈ સાણંદિયા (ઉ.વ.૪૨) હોવાનું જાણવા મળ્યું હતું જોકે આધેડે આપઘાત કર્યો છે કે અકસ્માતે કુવામાં પડી જતા મોત નીપજ્યું છે તે સ્પષ્ટ બન્યું નથી. તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat