


પંચરની કેબીન પાસે દારૂ પીવાની ના પાડતાં બે સંધી ભાઇઓ પર હુમલો
વાંકાનેર નવાપરામાં રહેતાં અને ઘર નજીક પંચર સાંધવાની કેબીન ધરાવતાં મહેમુદ (મહેબૂબ) દાઉદભાઇ માકવાણી (ઉ.૩૦) અને તેના મોટાભાઇ અહેમદહુશેન દાઉદભાઇ માકવાણી (ઉ.૩૨) સાંજે કેબીને હતાં ત્યારે ગામના જ ફિરોઝ મિંયાણા, અહેમદ આદમભાઇ મિંયાણા સહિતે આવી ઝઘડો કરી છરીથી હુમલો કરતાં બંનેને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. મહેમુદના કહેવા મુજબ મારી કેબીન પાસે અહેમદ બીજા છોકરાઓને ભેગા કરી દારૂ પીતો હોઇ આ બાબતે તેના પિતા આદમભાઇને ફરિયાદ કરતાં બધાએ મળી હુમલો કર્યો હતો. તેમજ મારી કેબીન અને મોટા ભાઇ અહેમદહુશેનની રિક્ષામાં ઘણના ઘા મારી તોડફોડ પણ કરી હતી.
સામા પક્ષે રફિક આદમભાઇ મિંયાણા (ઉ.૩૨) અને તેના પિતા આદમભાઇ ઉસ્માનભાઇ (ઉ.૫૫) પણ પોતાના પર ઘર નજીક અજાણ્યા શખ્સોએ ધોકા-પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ સાથે દાખલ થયા હતાં. આ બંને પિતા-પુત્ર મચ્છીનો ધંધો કરે છે. રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.
દારૂના ચપ્લા સાથે ૧ ઝડપાયો
વાંકાનેર સીટી પોલીસ ગત રાત્રીના પેટ્રોલીંગમાં હોય વાંકાનેર જીનપરા જકાતનાકા રોડ પરથી એક શખ્સ દારૂના ચપ્લા લઈને આવ્યાની ખાનગી બાતમી આધારે એન.એન.પારધી સહિતની ટીમે વોચ ગોઠવીને દાનાભાઈ મનજીભાઈ રહે-ધાનપુર,દાહોદણી તપાસ કરતા તેની પાસેથી પરપ્રાંતીય ચપ્લા ૭૧ નંગ કીમત ૨૧૩૦૦ અને નાના ચપ્લા નંગ ૧૧૨ કીમત ૧૧૨૦૦ સહિત કુલ મુદમાલ ૩૨૫૦૦ સાથે ઝડપ્યો છે.વાંકાનેર પોલીસે મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરમાં જુગાર રમતા ૪ ઝડપાયા,૧ નાશી છુટ્યો
વાંકાનેર તાલુકા પોલીસે માટેલ ગામ ઢુવા ચોકડી નજીક જાહેરમાં જુગાર રમતો હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પડતા મુમભાઈ નાથ ભાઈ ભરવાડ,ઉમેશ વેલજીભાઈ કોળી,હરિભાઈ ભીખાભાઈ ચાવડા અને ટીડાભાઈ સોમાભાઈ કોળીને ૨ કાર,૪ મોબાઈલ કીમત ૧૮૬૦૦૦ તથા રોકડ ૨૧૭૦૦ સહીત કુલ મુદામાલ ૨૩૨૦૦૦ સાથે ઝડપી પડ્યા છે જયારે વજાભાઇ વાલજીભાઈ કોળી નાશી છુટ્યો હતો.વાંકાનેર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.