Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી ક્રાઈમ ડાયરી

ભાવપર ગામે જુગાર રમતા ૩ ઝડપાયા

માળીયાના ભાવપર ગામે જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ચંદુ પ્રભુભાઈ,હરેશભારતી નારણભારતી અને ઇકબાલ અલી એ ત્રણ આરોપીને ઝડપી લઈને રોકડ રકમ ૭૯૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઢુવા નજીક સિરામિક એકમમાં મોટર છટકતા આધેડનું મોત

વાંકાનેર ઢુવા નજીકની ભવાની હોટલ પાછળ આવેલા મિલિયન સિરામિકમાં મજુરી કામ કરતા દેવીસિંહ ભુરાભાઈ કોળી (ઉ.૪૫)વાળા આધેડને ફાઉન્ડેશન મોટર છટકતાગંભીર ઈજાઓ પહોચી હતી જેનું મોરબી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.પોલીસે બનાવની નોધ કરી તપાસ ચલાવી છે.

 

Comments
Loading...
WhatsApp chat