


વાંકાનેરમાં છેતરપીંડીનાં ધંધા બંધ કરવાનું કહેતા હુમલો કર્યો
પોલીસ પાસેથી મળતી વિગત મુજબ વાંકાનેરના ભોજપરામાં આવેલ વાદી વસાહત વિસ્તારમાં કેટલાક લોકો છેતરપિંડી કરતા હોવાનું જાણવા મળતા ગઈકાલે સેતાનનાથ બીરખાનાથ બાંભણિયા સહિતના આગેવાનો બહારનાથ સુરમનાથ સહિતના ૭ લોકોને આવા ધંધા નહીં કરવા સમજાવાતા આરોપી બહારનાથ સુરમનાથ પરમાર,રોબરનાથ સુરનાથ પરમાર,જાનનાથ સુરમનાથ પરમાર,મુનાનાથ ભોળાનાથ પરમાર,ઝાલમનાથ સુરાનાથ પરામર,જલનાથ ભોળાનાથ પરમાર,અને તોફાનનાથ પોપટનાથ પરમાર સહિતના શખ્સોએ ઉશ્કેરાય જઈ વાદીવિસ્તારમાં સેતાનનાથ સહિતના આગેવાનો પર હુમલો કરી વાહનના લાકડી,પાઇપ, ધોકા સહિતના હથિયાર વડે હુમલો કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથક માં ફરિયાદ નોંધાય છે.પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ ચાલવી છે.
જુગાર રમતા ૬ ઝડપાયા
પોલીસ પાસેથી મળતી વિગત મુજબ વાંકાનેરમાં ભાટિયા સોસાયટી,બાલાજી સ્ટોર સામેની શેરીમાં જાહેરમાં જુગાર રમતની ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પડતા રાજુ સદુરભાઈ સોમાણી,ઈકબાલ આસમભાઈ ચૌહાણ,વિવેક વિનયચંદ્ર મારું,જગદીશ નાથાભાઈ ભરવાડ,મણીલાલ વસરામભાઈ કોળી અને હરેશ ભીમજીભાઈ મઢવી સીહીતના પત્તાપ્રમીને ૨૭૦૦૦ રોકડ સાથે ઝડપી પડ્યા હતા.વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીના લાલપર ગામેથી સગીરાનું અપહરણ
મોરબી શ્રીજી સિરામિક પાસે રહેતી જોશનાબેન દેવજીભાઈ સોલંકીએ પોતાની સગીર વયની પુત્રીને લલચાવી,ફોસલાવીને,લગ્નની લાલચ આપી ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતો કાનજી મોહન રાણવા નામનો શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ માતાએ નોધાવી છે.મોરબી પોલીસે ફરિયાદના આધારે તપાસ ચલાવી છે.
મોરબીમાં સ્કુટર ભટકતા છરીના ધા ઝીક્યા
મોરબીના શનાળા રોડ પર ગુ.હા.બોર્ડમાં બ્લોક નં.૧૧૫૮માં રહેતા પ્રવીણભાઈ વલ્લભાઇ ભીમાણી ગઈકાલે પોતાનું મોટર સાઈકલ લઈને શનાળા રોડ પર આવેલ શુભ હોટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમણે પોતાના મોટર સાઈકલને બ્રેક મારતા પાછળ આવતું નંબર વગરનું એકટીવા તેમના મો.સા. સાથે પાછળથી ભટકાવનાર એકટીવા ચાલક સહિતના અન્ય બે શખ્સોએ નુકશાનીના રૂપિયા માંગતા અને પ્રવીણભાઈએ ઇનકાર કરતા તેમને ગાળો ભાંડી ડાબા સાથળમાં એક છરીનો ધા ઝીકી દીધો હતો.એકટીવા ચાલક સહિતના અન્ય બે સામે પ્રવીણભાઈએ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.મોરબી પોલીસે ફરિયાદ નોધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.