



ગળેફાંસો ખાઈ આપધાત
પોલીસ પાસેથી મળતી વિગત મુજબ લાતીપ્લોટમાં રહેતા સુભાષ ઈલીયાસભાઈ કાટિયા(ઉ.૪૫)એ પોતાના ઘરે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કર્યો છે.મોરબી એ.ડીવીઝન પોલીસે બનાવની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રસોઈ કરતી વેળાએ દાઝી જતા મૃત્યુ
પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સરતાનપર રોડ પર આવેલ મોટો સિરામિકમાં રહેતી રેખાબેન કમલેશભાઈ ડામોર (ઉ.૩૦)પોતાના ઘરે રસોઈ બનાવતી હતી તે દરમિયાન કોઈ કારણોસર દાઝી જતા મૃત્યુ નીપજ્યું હતું.મોરબી તાલુકા પોલીસે બનવાની નોધ કરી વધુ તપાસ ચાલવી છે.
બોલાચાલી બાદ જાનથી મારી નાખવાની ધમકી
વાંકાનેર સીટી પોલીસ મથકમાં ધર્મેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજાએ ફરિયાદ નોધાવી છે કે પોતાનો દીકરો પ્રદ્યુમનસિંહ રેલ્વે સ્ટેશન નજીક બેઠો હતો તે દરમિયાન શૈલેષ ભરતભાઈ સારણાએ તેની સાથે કોઈ બાબતને લઈને માથાકૂટ કરી હતી ત્યારે પદ્યુંમનસિંહએ આરોપી શૈલેષને માથાકૂટ નહિ કરવાનું કહેતા તેને તેના સાહેદ સાથે મળીને પદ્યુંમનસિંહને છરીથી ઇંજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે વાંકાનેર સીટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ ચાલવી છે.

