



૧-અકસ્માતમાં મહિલાનું મોત
મોરબીના ઘૂટું ગામે રહેતા દેવગર ખીમરાજ ગોસાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે સીએનજી રીક્ષા નં જીજે ૩૬ યુ ૧૩૬૫ માં પોતાની પત્ની રમાબેન સાથે જતા હોય ત્યારે હાઉસિંગ સર્કલ નજીકથી પસાર થતી વેળાએ રીક્ષાના ચાલકે એકદમ બ્રેક મારી તેની પત્ની રમાબેનને રીક્ષામાં પાડી દઈ માથામાં ઈજા થઇ હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મોરબી બી ડીવીઝન પોલીસે રીક્ષાના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.
૨-યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબીના જુના ઘૂટું રોડ પર આવેલા જીલટોપ સિરામિક સામેના યતીન પેકેજીંગમાં રહીને મજુરી કરતા સુભરત પ્રશાંત મોહન્તી (ઉ.વ.૧૮) નામના યુવાને ગત રાત્રીના કોઈ અગમ્ય કારણોસર પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મોરબી બી ડીવીઝન પોલીસે યુવાનના આપઘાતની નોંધ કરી કારણ જાણવા તપાસ ચલાવી છે.

