મોરબી ક્રાઈમ ડાયરી

વાહન અકસ્માતમાં યુવાનનું મોત

માળિયાના અંજીયાસરનો રહેવાસી યુવાન શેરમામદ વલેમામદ મોવર (ઉ.વ.૩૭) નામનો યુવાન આજે પોતાના મોટરસાયકલ નં જીજે ૧૨ સીઈ ૩૭૭૩ પર મોરબી તરફ આવતો હતો ત્યારે ટીંબડી પાટિયા નજીક કન્ટેનર નં જીજે ૧૨ એઝેડ ૧૭૬૨ ના ચાલકે બાઈકને ઠોકર મારતા બાઈક સવાર યુવાન શેરમામદ વલેમામદ મોવર નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જેના મૃતદેહને પી.એમ. માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડીને તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

 

પાણીના ટાંકામાં ડૂબી જતા મોત

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ મોરબી રહીને મજુરી કરતા પરિવારનો એક વર્ષનો દીકરો અરવિંદ ધનસિંગ નીનામા આદિવાસી આજે બપોરના સમયે ઘર પાસે રમતો હતો ત્યારે અકસ્માતે પાણીના ટાંકામાં ડૂબી જતા ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. આદિવાસી પરિવાર મકાનના બાંધકામમાં વ્યસ્ત હતો ત્યારે એકના એક દીકરાનું પાણીના ટાંકામાં ડૂબી જવાથી મોત થતા આદિવાસી પરિવાર ઘેર શોકમાં ગરકાવ થયો છે. બાળકના મૃતદેહને પી.એમ.માટે હોસ્પીટલે ખસેડી પોલીસે વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat