

મોરબીમાં યુવતીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
મોરબીમાં જેતપર-અણીઆરી રોડ વાડીમાં રહેતી ઉર્મિલાબેન નરેશભાઈ ભુરીયા (ઉ.૨૩) કાલે સાંજે પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પરિવારજનોને જાણ થતા સારવાર માટે મોરબી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.મોરબી તાલુકા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મારામારીમાં યુવાનને ઈજા
મોરબીના જોન્સનગર વિસ્તારના રહેવાસી અફઝલ કાસમ સંઘવાણી મિયાણા (ઉ.વ.૨૨) વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે કોઈપણ કારણ વગર વિસીપરા વિસ્તારના રહેવાસી સુરેશ લાલજી બારૈયા કોળીએ તેને માથાના ભાગે પાઈપ ફટકારતા તેને ઈજાઓ પહોંચાડી છે જેને સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
મોરબીમાં બીયર સાથે બે ઝડપાયા
મોરબી પંથકમાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા રાત્રીના પેટ્રોલિંગ કરવામાં આવે છે જેમાં રાત્રીના સમયે નવલખી ફાટક નજીક સિલ્વર પાર્ક સામેથી હોન્ડા નં જીજે ૦૬ જે ૨૪૧૫ પર નીકળેલા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ મંગાભાઈ વ્હેર ભરવાડ, રહે. કુબેર સિનેમા પાછળ મોરબી તેમજ સુનીલ પ્રભુ મજેઠીયા કોળી રહે. સો ઓરડી મોરબી વાળાને પોલીસે રોકીને તેની તલાશી લેતા તેની પાસેથી રૂપિયા ૧૨૦૦ ની કિમતના ૧૨ નંગ બીયર મળી આવતા પોલીસે બીયર અને ૨૦ હજારનું મોટરસાયકલ મળી કુલ ૨૧,૨૦૦ નો મુદામાલ જપ્ત કરી બંને આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.