મોરબી ક્રાઈમ ડાયરી

જાહેરમાં જુગાર રમતા ૨ ઝડપાયા

મોરબી એ.ડીવીઝન પોલીસને વાવડી રોડ સુમતિનાથ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની ખાનગી બાતમી આધારે દરોડો પડતા સાગર કિશોરભાઈ ભાવસાર અને દિનેશ વિનુભાઈ ભાવસારને ૨૮૦૦ની રોકડ સાથે ઝડપી પડ્યા છે.મોરબી એ.ડીવીઝન પોલીસે બંને આરોપીને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફોન આવવા બાબતે બોલાચાલી બાદ છરીના ૨ ધા ઝીકયા

મોરબી તાલુકા પોલીસમાં લાલજી (લાલો) બચુભાઈ દેગામાંએ ફરિયાદ નોધાવી છે કે લાલજી દેગામાને વનીતાબેન મંગાભાઈ ગળેશિયાના ફોન આવતા હોય તે બાબતે બોલાચાલી કરી ગાળો આપી પ્રથમ ઢીકા-પાટુનો માર મારી વધુ ઉશ્કેરાય જઈને મુકેશ ખોડા દેગામાએ લાલજી(લાલો)ને જમણા પડખામાં ૨ છરીના ખા મારી જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો.જે મામલે મોરબી તાલુકા પોલીસએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દવાની ઝેરી અસર થતા મૃત્યુ

માળીયાના કાજરડા રોડ પર આવેલ વાડી વિસ્તારમાં રહીને ખેતરમાં મજુરી કામ કરતી હમીદાબેન ઇસાક્ભાઈ મિયાણા ખેતરમાં દવા છાટતી વેળાએ ઝેરી અસર થતા મોત નીપજ્યું હતું.માળિયા પોલીસ મથકએ આ બાબતે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રકની ઠોકરે મહિલાનું મૃત્યુ

હળવદ પોલીસ મથકમાં જીગ્નેશ હરજીવનભાઈ છનીયારાએ ફરિયાદ નોધાવી છે કે ગત સાંજના ૪:૩૦ વાગ્યાના સુમારે તેમના કાકા રસિકભાઈ અને કાકી પુષ્પાબેન પોતાનું મો.સા.જીજે ૧૩ પીપી ૫૨૮૬ વાળું લઈને જઈ રહ્યા હતા તે સમયે જીજે ૧૨ એક્ષ ૫૦૫૪ ના ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચાલવીને જીગ્નેશભાઈના કાકાને હડફેટે લેતા તની સાથે રહેલા પુષ્પાબેનનું ધટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું જયારે રસિકભાઈને ગંભીર ઈજા પહોચી હતી.હળવદ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat