



આમરણ ગામેથી બાઈક ચોરાયું મોરબીના વિસીપરા વિસ્તારના રહેવાસી અબ્દુલ રહીમ ભટ્ટી પોતાનું હોન્ડા મોટરસાયકલ જીજે ૦૩ બીઆર ૫૪૬૧ લઈને આમરણ ખાતેના ઉર્ષની ઉજવણીમાં ગયો હતો જ્યાં મસ્જીદ નજીક પાર્ક કરેલું તેનું ૧૫૦૦૦ કિમતનું બાઈક ચોરાઈ જતા તેને આ મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જુગાર રમતા બે ઝડપાયા
મોરબીના સો ઓરડીના હનુમાન મંદિર નજીક રાત્રીના જાહેરમાં જુગાર ચાલતો હોવાની બાતમીને આધારે પોલીસે સ્થળ પર દરોડો કરી જુગાર રમતા અજીત દિનેશ ધોળકિયા અને હુશેન અલારખા સંધીને ઝડપી લઈને તેની પાસે રહેલી રોકડ રકમ ૨૯૩૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.
ઉઘરાણી મામલે માર માર્યો
મોરબીના વણકરવાસ વિસ્તારનો રહેવાસી હિરેન મુળજી મુકડિયા (ઉ.વ.૨૬) વાળા યુવાનને તેના જ વિસ્તારમાં રહેતા બાબુ રાણા મકવાણા, ભાવેશ બાબુ મકવાણા અને મુક્તાબેન બાબુ મકવાણાએ પૈસાની ઉઘરાણી મામલે તેને ઢીકા પાટુંનો માર મારતા યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

