Billboard ad 1150*250

મોરબી : ક્રિકેટ કોચ નિશાંત જાની દુબઈમાં ત્રણ દિવસ કોચિંગ આપશે

0 194
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
MorbiNews - મોરબીન્યુઝ
અને Morbinews સાથે સાથે નીચેના પ્લેટફોર્મ પણ ન્યુઝ જોઇ શકશો
Post ad 3

મોરબી:એક્સેલ સ્પોર્ટસ એકેડેમીના ચીરાગ સુરી, યુ.એ.ઈના નેશનલ ક્રિકેટ ટીમના પ્લેયર ઉમેશ પટવાલ, ઈન્ટરનેશનલ કોચ નેપાલ ક્રિકેટ ટીમ અને બીજા રણજી ટ્રોફી પ્લેયર્સ, મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન અને ઉતરાખંડ એસોસિએશનના પ્લેયર્સ હાલમાં અમદાવાદમાં છે. તેઓ અમદાવાદમાં યોજાયેલા હાઈ પર્ફોરમન્સ કેમ્પમાં આવેલા છે. આ કેમ્પ આગામી 6 જુન સુધી ચાલનાર છે. જેમાં ઉમેશ પટવાલ અને નીશાંત જાનીના અંડરમાં કોચિંગ આપવામાં આવી રહ્યું છે. કોચિંગ દરમિયાન ચિરાગ સુરી જે યુ.એ.ઈના નેશનલ ક્રિકેટ ટીમના પ્લેયરને નીશાંત જાનીનું કોચિંગ પસંદ આવતા તેમને દુબઈ જવા માટે ઓફર આપી છે. નિશાંત જાની હાલ ICC લેવલ-2ના કોચ છે. આ સાથે જ તેઓ મોરબી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના ચીફ કોચ પણ છે.

નિશાંત જાની તારીખ 6 જુનથી 9 જુન સુધી ચિરાગ સુરી સાથે દુબઈ જશે. આ 3 દિવસના ઓછા સમયમાં તેઓ કોચિંગ પણ જોશે. ચિરાગ સુરીએ જણાવ્યું કે એવી પણ સંભાવના છે કે નિશાંત જાની દુબઈ ઈન્ટરનેશનલ લીગની એક ટીમના કોચ પણ બની શકે છે. નિશાંત જાનીનું કહેવું છે કે તેઓ ઉમેશ પટવાલની અંડરમાં છેલ્લા 12 વર્ષથી કાર્ય કરે છે અને એમના કારણે જ નાના મોટો કોન્ટ્રાક્ટ મળે છે. નીશાંત જાનીના કોચ અને મેન્ટોર ઉમેશ પટવાલ હાલમાં જ હેડ કોચ તરીકે નિમણૂક પામ્યા છે. હવે તેવો 1 વર્ષ સુધી નેપાળ ક્રિકેટ ટીમના હેડ તરીકે સેવા આપશે.

Comments
Loading...
Share This
WhatsApp chat