Billboard ad 1150*250

મોરબી : ક્રિકેટ કોચ નિશાંત જાનીએ દુબઈમાં કોચિંગ આપી મોરબીનું નામ રોશન કર્યું

0 115
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબી: ફરી એકવાર નિશાંત જાનીએ મોરબી શહેર નું નામ રોશન કર્યું છે. નિશાંત જાની હાલ મોરબી ક્રિકેટ એસોસિયેશનના ચીફ કોચ અને આઈસીસી લેવલ ટુના પણ કોચ છે. તેઓ અત્યારે દુબઈમાં નેશનલ પ્લેયરu-19 અને સિનિયર ને પર્સનલ કોચિંગ આપી રહ્યા છે. તેઓ દુબઈમાં ૫ જુલાઈ થી ૯ જુલાઈ સુધી કોચિંગ આપશે.

નિશાંત જાની ફ્રીલાન્સિંગ કરે છે. તેઓ ઈન્ડિવિજ્યુઅલ ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ પ્લેયર અથવા તો ગ્રુપ પ્લેયરને પણ તેઓ હાય પર્ફોમન્સ કોચિંગ આપે છે. નિશાંત જાનીનું કહેવું છે કે, ‘ પર્ફોમન્સ કેમ્પમાં કોચીગ એવી રીતે અપાય છે કે જેમ કોઈ પણ પ્લેયર કોઈપણ મિસ્ટેક કરે તે પ્લેયર ને ખબર ના હોય કે એને મિસ્ટેક કઈ રીતે કરી છે. ત્યારે મારુ કામ શરૂ થાય છે કે બેટિંગ હોય કે બોલિંગ પ્લેયર ને એની મિસ્ટેકનું જાતે જ અહેસાસ થાય અને તેમાં થોડો ઘણો ફેરફાર કરી નેચરલ એબેલીટી કરાવવું જેથી ટે પ્રોપર થઈ જાય છે. હું હંમેશા મેન્ટરીંગમાં માનું છું. પ્લેયરની નેચરલ એબિલિટી અને સ્ટ્રેન્થ ઉપર જ કામ કરું છું અને પ્લેયર્સના માઈન્ડ સેટ ને ક્લિયર ગોલ અચીવ કઈ રીતે કરી શકાય એના પર કામ કરું છું.’

મોર્ડનાઇઝ ક્રિકેટમાં ફિઝિયોલોજી બહુ મોટો રોલ નિભાવે છે. જેથી લાઈફ અને ક્રિકેટમાં ક્લિયારિટી હોવી ખૂબ જ જરૂરી છે. ડોમેસ્ટિક ક્રિકેટ હોય કે ઇન્ટરનેશનલ લેવલ ક્લીયારીટી અને માઇન્ડ સેટ ખુબ જ ભાવ ભજવે છે. વધુમાં નિશાંત જાનીએ જણાવ્યું હતું કે દુબઈ એ મારા માટે સેકન્ડ હોમ સાબિત થઈ રહ્યું છે. ચિરાગ સુરી જે UAE ના ઇન્ટરનેશનલ પ્લેયર છે જે હાઇ પર્ફોર્મન્સ માટે આવ્યા હતા. જેમને મારું કામ ગમતા તેણે મને ગયા જૂન મહિનામાં દુબઇ બોલાવ્યો હતો અને તેમને ફરી પાછી મને આ તક આપી છે. હું ખૂબ લકી છું કે મારા કોચ અને મારા ગુરુ ઉમેશ પટવાલ જે હાલ નેપાળ ક્રિકેટ ટીમના હેડ કોચ છે તે મને છેલ્લા 13 વર્ષથી પણ વધારે સમયથી ગાઈડ કરે છે અને અલગ-અલગ તક આપે છે. જેથી હું હંમેશા એવો પ્રયત્ન કરું છું કે હું હંમેશા સફળ થાવ.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat