મોરબી કોર્ટનો ૧.૬૬ કરોડના ચેક રીટર્ન કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો, જાણો વિગતે

અમદાવાદની પેઢીએ માલની ખરીદી કર્યા બાદ પેમેન્ટ માટે ચૂકવેલા બે ચેક રીટર્ન થયા હતા જે મામલે મોરબીની કોર્ટમાં કેસ ચાલી જતા આજે કોર્ટે આરોપીને એક વર્ષની સજા ઉપરાંત બે રીટર્ન થયેલા ચેકની ૧.૬૬ કરોડ રૂપિયાની રકમનો દંડ ફટકાર્યો છે.

બનાવની મળતી માહિતી મુજબ ટંકારાના હમીરપર ગામના ફરિયાદી હર્ષદભાઈ કેશવજીભાઇ રતનપરાએ પોતાની મેસર્સ સીતારામ ઇન્ડસ્ટ્રીઝ મારફત અમદાવાદની પેઢી એમ.એમ. ટ્રેડર્સના ઓથોરાઇઝ પર્સનને રૂની ગાંસડીનો માલ વેચ્યો હોય જે માલના પેમેન્ટ પેટે પેઢી દ્વારા તા. ૩૦-૦૭-૧૪ ના રોજ ૯૪ લાખ અને તા. ૧૩-૦૯-૧૪ ના રોજ ૭૨,૮૭,૧૬૬ રૂપિયાનો ચેક આપ્યો હોય જે બંને ચેક બેંકમાં રીટર્ન થયા હતા

જેને પગલે ફરિયાદીએ તા. ૧૦-૧૧-૨૦૧૪ ના રોજ મોરબીની કોર્ટમાં નેગોસીએબલ ઇનસ્ત્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ કોર્ટમાં કેસ કર્યો હતો જે અંગેનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા આજે મોરબી એડી. ચીફ.જ્યુડીશીયલ જે.જી.દામોદ્રાની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ચુકાદો આપ્યો હતો

જેમાં આરોપી એમ.એમ.ટ્રેડર્સના ઓથોરાઇઝ પર્સનને એક વર્ષની કેસની સજા તેમજ બંને ચેકની કુલ કીમત રૂપિયા ૧,૬૬,૮૭,૧૬૬ રૂપિયાનો દંડ ફટકાર્યો છે તેમજ આરોપી દંડની રકમ ના ભરે તો વધુ ત્રણ માસની સજા ફટકારવાનો હુકમ કરાયો છે. ચેક રીટર્ન કેસમાં ફરિયાદી પક્ષે મોરબીના જાણીતા એડવોકેટ અશ્વિન બડમલીયા રોકાયેલા હતા.

Comments
Loading...
WhatsApp chat