મોરબી કોર્ટે ગર્ભપાત કેસમાં પ્રેમી અને તબીબને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

ડોક્ટરની બેદરકારીથી યુવતીનું મોત થયું, બંને આરોપીને ત્રણ વર્ષની કેદ અને દંડ ફટકારાયો

મોરબીમા આરોપીએ પ્રેમસંબંધ મામલે યુવતીને ગર્ભ રાખી દીધા બાદ ગેરકાયદેસર ગર્ભપાત કરવા દરમિયાન યુવતીનું મોત થયું હતું જે બનાવ મામલે આરોપી પ્રેમી અને ગર્ભપાત કરનાર એમ બેને કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા અને ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ૨૯-૧૧-૦૯ ના રોજ ફરિયાદીની પુત્રી ભોગ બનનાર સાથે આરોપી રાજેશ નાગજી ઉભડીયા નામના શખ્શે પ્રેમસંબંધ બાંધીને અનેક વખત શરીર સંબંધ બાંધી યુવતીને ૪ માસનો ગર્ભ રાખી દીધો હોય અને ભોગ બનનાર કુવારી હોવાથી માતાપિતાની જાણ બહાર આરોપી ડો. નિરૂપા જયેશ કાસુન્દ્રાના કાશી નર્સિંગ હોમ ખાક્તે લઇ જઈને ગર્ભપાત કરવાનું કહ્યું હતું અને આરોપી ડોક્ટર પાસે ઓપરેશન કરવાની ડીગ્રી નાં હોવા છતાં ગર્ભપાત કરવા ઓપરેશન કરવાના સાધનોનો ઉપયોગ કર્યો હતો અને ડોક્ટરની બેદરકારીથી મોત થયું હતું

જે બનાવ સંદર્ભે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદી પક્ષે કુલ ૨૧ સાહેદોને તપાસવામાં આવેલ અને ભારતીય દંડસંહિતાની કલમ ૩૦૪,૩૧૨,,૩૧૪ અને ૧૧૪ હેઠળ કેસ ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવે અને ધર્મેન્દ્રભાઈ આદ્રોજાની દલીલો અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને ડીસ્ટ્રીકટ જજ રીઝવાનાબેન ઘોઘારીની કોર્ટે આરોપી રાજેશ નાગજી ઉભડીયા અને ડો. નિરૂપા જયેશ કાસુન્દ્રાને ત્રણ ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે

Comments
Loading...
WhatsApp chat