Billboard ad 1150*250

મોરબી સેશન્સ કોર્ટે ત્રણ બાંગ્લાદેશી યુવતીને સજા ફટકારી

ગેરકાયદેસર પ્રવેશનાર ત્રણેય બાંગ્લાદેશીને સવા ત્રણ વર્ષની સજા

0 1,652

વાંકાનેર પંથકમાં એક માનસિક સ્થિર યુવતી તેમજ રાજકોટમાં રહેતી બે બાંગ્લાદેશી યુવતી મળી આવ્યા બાદ દેશની સેન્ટ્રલ આઈબી, ઇન્ડિયન આર્મી, એરફોર્સ, નેવી સહિતની ૧૪ એજન્સીઓએ એપ્રિલ ૨૦૧૬ ની સાલમાં મોરબીમાં ધામા નાખ્યા હતા અને ત્રણેય બાંગ્લાદેશી યુવતીઓની ઉલટ તપાસ ચલાવી હતી જોકે જાસુસી જેવું કાઈ બહાર આવ્યું ના હતું અને ગેરકાયદેસર રીતે ત્રણેય યુવતીઓએ ભારતમાં પ્રવેશ કર્યો હોય આ ત્રણેય યુવતી સામે વાંકાનેર તાલુકા મથકમાં ફરિયાદ થયા બાદ મોરબીની સેશન્સ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો સરકાર તરફેના વકીલ ડી.આર.આદ્રોજાએ ત્રણેય બાંગ્લાદેશી યુવતીઓ મીનાબાઈ, સલમાબેન અને ફાતીઝા એ પાસપોર્ટ કે વિઝા વિના દેશમાં પ્રવેશ કરીને તેને ઇન્ડિયન પાસપોર્ટ રૂલ્સ તેમજ ફોરેનર્સ એક્ટ અંતર્ગત કાયદાનો ભંગ કર્યાની દલીલો કરી હતી. એક વર્ષ જેટલા સમયથી ચાલતા કેસનો આજે ચુકાદો આપી દેવામાં આવ્યો છે. ત્રણેય બાંગ્લાદેશી યુવતીઓ આજે દોષિત સાબિત થઈ હતી જેને મોરબીની એડીશનલ સેશન્સ કોર્ટના જજ સી.કે. મુનશીએ ઇન્ડિયન પાસપોર્ટ રૂલ્સ અંતર્ગત ૩ માસની જેલ અને ૫૦૦ રૂપિયા દંડ તેમજ ફોરેનર્સ એક્ટ અંતર્ગત ૩ વર્ષની જેલ અને ૧૦ હજારનો દંડ ત્રણેય આરોપી બાંગ્લાદેશી યુવતીને સજા ફટકારવામાં આવી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat