મોરબીના દંપતીએ વૃક્ષારોપણ-રોપા વિતરણ કરી પુત્રીના જન્મદિવસને ઉજવ્યો

મોરબીના દંપતીએ પોતાની પુત્રીના જન્મદિવસની ઉજવણી પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે કરી હતી વૃક્ષારોપણ ઉપરાંત રોપાનું વિતરણ કરીને લાડકી દીકરીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો હતો.

મોરબીના વાત્સલ્ય એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ પરેશ પારીઆની પુત્રીનો આજે જન્મદિવસ હોય જે પ્રસંગે આજે દંપતી દ્વારા પરષોતમ ચોક ખાતે વૃક્ષનું વાવેતર કરીને તેના જતનનો સંકલ્પ કર્યો હતો. ગત વર્ષે પુત્રીના જન્મપ્રસંગે દંપતીએ આ સંકલ્પ કર્યો હતો જે અંતર્ગત આજે વૃક્ષારોપણ કરીને પુત્રીનો જન્મદિવસ ઉજવાયો હતો સાથે જ પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો હતો તે ઉપરાંત દંપતી દ્વારા રોપા વિતરણનું પણ આયોજન કર્યું હતું અને નિશુલ્ક રોપાનું વિતરણ કરીને પર્યાવરણ જાગૃતિ ઝુંબેશમાં નાગરિકોને જોડાવાનો પણ અનેરો પ્રયાસ કર્યો હતો.

આ પ્રસંગે મોરબી માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારા, મોરબી કોંગ્રેસ શહેર પ્રમુખ રાજુભાઇ કાવર તેમજ પરસોતમ ચોકના અગ્રણીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષા રોપણ સાથે 500 વૃક્ષ દાન કરવામાં આવેલ.

Comments
Loading...
WhatsApp chat