Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : કન્ટેનરમાં છાટવાની દવા ચોરી કરેલ શખ્સોને કારખાને બોલાવી માર માર્યો, ગુન્હો દાખલ

મોરબીના જેતપર રોડ પર આવેલ સુપર ડિસ્પ્લે કારખાનમાં કન્ટેનરમાં છાટવાની દવા ચોરી કરેલ હોય જે બાબતે ચાર શખ્સોએ મળીને યુવાન સહિતનાને માર મારી રોકડ, મોબાઈલ, મોટર સાઈકલની આરસી બુક સહિતની લુંટ કરી લઇ ગયા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે

મળતી માહિતી મુજબ મોરબીના નગરબાદ રેલ્વે સ્ટેશન નજીક ગાંધી સોસાયટીમાં રહેતા વિજયભાઈ રણછોડભાઈ જાદવ તથા સાહેદઓએ કન્ટેનરમાં છાટવાની દવા ચોરી કરેલ હોય જેથી આરોપી હાર્દિકભાઈ બોપલીયા, મયુરભાઈ પટેલ, જીગરભાઈ પટેલ, નયનભાઈ પટેલ અને સાગરભાઈ પટેલએ ફરિયાદી વિજયભાઈ તથા સાહેદોને જેતપર રોડ પર સુપર ડિસ્પ્લે કારખાને બોલાવી પીવીસી પાઈપથી આડેધડ સામાન્ય મૂઢ માર મારી ગાળો આપી જાતીપ્રત્યે અપમાનિત કરી ફરિયાદી વિજયભાઈના રોકડ રૂપિયા ૪૫૦, સાહેદ કૈલાશભાઈનો વિવો કંપનીનો મોબાઈલ-પાવર બેક-રોકડ રકમ રૂ.૨૦૦૦ અને સાહેદ ગીરીશભાઈનો ઓપો કંપનીનો મોબાઈલ, બે મોટર સાઈકલની આરસી બુક અને રોકડ રૂપિયા ૨૦૦૦ ની લુટ કરી લઇ ગયા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં વિજયભાઈ જાદવએ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat