ખનીજમાં રોયલ્ટી દર-પરમીટમાં ભાવવધારો પરત લેવાની માંગ

મોરબી કોન્ટ્રાકટર એસોસીએશને જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું

મોરબી કોન્ટ્રાકટર એશો.ને લગતા વિવિધ પ્રશ્નો સંદર્ભે ગુજરાત કોન્ટ્રાકટ એશો.ના એલાનને પગલે જીલ્લાના દરેક કામો બંધ કરવાની ફરજ પડે છે તેમ જણાવીને આજે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

મોરબી કોન્ટ્રાકટર એસોસીએશને આવેદનમાં જણાવ્યું છે કે જીએસટીના નવા કાયદાથી ઇન્ફ્રાસ્ટ્રકચર હયાત પ્રગતી હેઠળના કામો પર થનારી દુરોગામી અસરથી કામો આપોઆપ ખોરંભે ચડી જાય તેમ હોય તાત્કાલિક નિર્ણય લઇ જાહેરનામું બહાર પાડવા, બાંધકામમાં વપરાતા ખનીજોના રોયલ્ટી દર અને પરમીટમાં થયેલા અસહ્ય ભાવવધારો પરત ખેંચવા, જીએમએમસી નિયમ ૨૦૧૭ તા. ૨૪-૦૫૦૧૭ ની અતાર્કિક જોગવાઈઓ હટાવવા ઉપરાંત એશો.ની લાંબા સમયથી પડતર રજુઆતો અંગે જરૂરી નિર્ણય લઇ અમલીકરણ કરવાની માંગ એશો. દ્વારા કરવામાં આવી છે. જીલ્લા કલેકટર મારફત આ માંગણી સરકાર સુધી લઇ જઈને પ્રશ્નોને વાચા આપવા માટે વિનંતી કરવામાં આવી છે.

 

Comments
Loading...
WhatsApp chat