Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : સતત બીજા દિવસે જાણીતા બિલ્ડરની ઓફિસમાં આઈટીનું સર્ચ ચાલુ

ગઈકાલે ઓફીસ અને ઘરે કર્યું’તું સઘન ચેકિંગ

રાજકોટના બિલ્ડરોની ઓફીસ અને ઘરે આઈટી વિભાગની ટીમોએ સર્ચ ઓપરેશન શરુ કર્યા બાદ આઇટીની ટીમ મોરબી પહોંચી હતી અને જાણીતા બિલ્ડરની ઓફીસ અને ઘરે સર્ચ કર્યું હતું તો આઈટીનુ સર્ચ ઓપરેશન બીજા દિવસે પણ ચાલુ છે

મોરબીના રામચોક નજીક આવેલી વિનાયક કોર્પોરેશન નામની ઓફિસમાં ઇન્કમટેક્ષ ટીમે બુધવારે સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું જાણીતા બિલ્ડર જયંતીભાઈ રાજકોટિયાની ઓફીસ અને બાદમાં ઘરે આઈટી ટીમે હિસાબોના સાહિત્યની ચકાસણી કરી હતી તો આજે સવારથી ફરી આઇટીની ટીમ વિનાયક કોર્પોરેશનમાં પહોંચીને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે અને હિસાબી સાહિત્ય અને વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે તો સર્ચ ઓપરેશન સતત ચાલુ છે ત્યારે બેનામી સંપતિ અને રોકડ હાથ લાગે તેવી શક્યતાઓ જણાઈ રહી છે

Comments
Loading...
WhatsApp chat