Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : બાંધકામ પ્લાન મંજૂરીની અરજી બાદ ત્રણ દિવસમાં ઓનલાઈન મંજૂરી !

મોરબી પાલિકામાં ઓનલાઇન બિલ્ડીંગ પ્લાન મંજુરીનો પ્રારંભ

ઓનલાઇન બિલ્ડીંગ પ્લાન માટે ઓડીપીએસ યોજના રાજ્ય સરકારે અમલી બનાવ્યા બાદ મોરબી નાગારપાલિકાએ યોજનાનો ત્વરિત અમલ કરી દેતા મોરબીઅ ઓનલાઇન અરજી કર્યા બાદ બે આસામીઓને ઓનલાઇન મંજૂરી મળી ચુકી છે

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ઓડીપીએસ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે અને મોરબીમાં બાંધકામ માટેની મંજૂરી મેળવીને નાગરિકો નિયમસર બાંધકામ કરે તે માટે સિસ્ટમ તુરંત અમલી બનાવાઈ છે જેના ફળ સ્વરૂપે મોરબીના લોહાણા પરાના રહેવાસી ફાતમાબેન હનીફભાઇ પાયકનો 100 ચો.મી. અને વજેપરના મનસુખલાલ ગંગારામ કક્ક્ડનો 332 ચો.મી. નો બિલ્ડીંગ પ્લાન મંજુર કરવામાં આવ્યો છે આ બંને આસામીઓએ તા. 22 ના રોજ અરજી કર્યા બાદ ત્રણ જ દિવસમાં મંજૂરી મેળવી લીધી છે

ગત તા. 22 ના રોજ બંને આસામીઓએ મંજૂરી માટે મુકેલા પ્લાનને એન્જીનીયર અનિલભાઈ મીરાણી દ્વારા મંજુર કરવામાં આવ્યા છે તો નવી સિસ્ટમના અમલીકરણ માટે ટાઉન પ્લાનિંગ વિભાગના હેમાદ્રિબેન, સર્વેયર જયદીપભાઈ, શાહિલભાઈ તેમજ રાજ્ય સરકારના ઓડીપીએસ વિભાગના એન્જીનીયર સહિતની ટીમો જહેમત ઉઠાવી રહી છે તેમજ મોરબીના નાગરિકો ઓનલાઈન મંજૂરી યોજનાનો લાભ લઈને મંજૂરી મેળવીને નિયમ મુજબ જ બાંધકામ કરે તેવી અપીલ ચીફ ઓફિસરે કરી છે

Comments
Loading...
WhatsApp chat