Billboard ad 1150*250

મોરબી જીલ્લા કોંગ્રેસે અહેમદ પટેલની જીત થતા વિજયોત્સવ મનાવ્યો

0 773

રાજ્યસભાની ચુંટણી અવનવા ખેલ થયા હાઈવોલ્ટેજ ડ્રામા કાલે જોવા મળ્યો હતો અને ભાજપ અને કોંગ્રેસ એક બીજા આરોપ લગાવતા જોવા મળ્યા અને અંતે મોડી રાત્રે અહેમદભાઈ પટેલ રાજ્ય સભાની ચુંટણીમાં પુનઃ વિજય થયા છે આ જીતની ખુસી મેળવા આજે મોરબી જીલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા નગર દરવાજે અબીલ-ગુલાલ ઉડાડીને ઢોલ નગારા સાથે જીતની ઉજવણી કરી હતી.જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા,શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર,જીલ્લા કોંગ્રેસ અગ્રણી ઘનશ્યામભાઈ જાકાસણીયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને જીતના વધામણા કાર્ય હતા.

આ તકે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે ભાજપના અનેક કાવાદાવા છતા કોંગ્રેસને હરાવા માટેની તેમની કારી ફાવી નથી જેણે જિંદગી કોંગ્રેસને સમપીર્ત કરી દીધી છે એવા જિંદાદિલ નેતા અહેમદ પટેલનો વિજય એટલે કોંગ્રેસના લાખો કાર્યકરોની લોક લાગણીનો વિજય લખશે.આમ કોંગ્રેસની એકતાનો સંદેશ પાયાના કોંગ્રેસના કાર્યકરોમાં [પ્રેરણા અને બળ પૂરું પડશે.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat