મોરબી જીલ્લમાં અતિવૃષ્ટિ ગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય ચુકવવા માંગ

તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં સૌથી વધારે પૂરથી તારાજી થયેલ છે.તેમાં ખેડૂતો,માલધારીઓ,નાના-મોટા કારખાનેદારો,નાના વેપારીઓ તેમજ મજુરવર્ગના લોકો એમ દરેકને મોટા પાયે નુકશાન થયેલ છે.

આ બાબતે મોરબી જીલ્લા કોંગ્રેસના કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવાએ ગાંધીનગર સચિવાલયના ચીફ સેક્રેટરીને લેખિતમાં રજૂઆત કરી છે કે સરકાર દ્વારા ફક્ત કેસડોલ્સ તેમજ મામુલી સહાય ચૂકવીને સંતોષ માનેલ છે.સતાધારી રાજકીય પક્ષના આગેવાનોએ પોતાની વગના જોરે તંત્રના અધિકારીઓને સાથે રાખીને    ફક્ત અને ફક્ત ફોટો પડાવી મીડિયામાં પોતાની વાહવાહ કરાવવાથી સંતોષ માનેલ છે અને જે વળતર તેમના દ્વારા નથી ચુકવવામાં આવ્યું તેવા વળતરની ચુકવણીની પણ પ્રસિદ્ધિ પોતાના નામે ચડવવા જેવી હલકી પ્રવુતિ કરેલ હોવાનું પણ લોકોમાં ચર્ચાય છે.આમ છતા નુકશાન થયેલ છે તેની સામે નુકશાનના પ્રમાણમાં જે પગલા લેવાવા જોઈએ તે લેવામાં ખુબ જ વિલંબ થઈ રહ્યાનું લોકો અનુભવી રહ્યા છે.તેથી કાંતિલાલ બાવરવાએ માંગણી કરી છે કે ટંકારા તેમજ જિલ્લના અન્ય વિસ્તારના ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર તાત્કાલિક આપવામાં આવે.ખેડૂતોનું પાક ધિરાણનું દેવું માફ કરવામાં આવે.જુનો તેમજ આ વખતનો નવો પાક વીમો મંજુર કરી તેની ચુકવણી વહેલી તકે કરવામાં આવે અને રોડ-રસ્તા,મકાન તેમજ ચેક-ડેમો અને તળાવોને થયેલ નુકશાનને તાત્કાલિક રીપેરીંગ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે.

Comments
Loading...
WhatsApp chat